Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી-હળવદ હાઇવે ઉપર પોલીસની બોલેરોથી થયેલ અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું સારવારમાં મોત...

મોરબી-હળવદ હાઇવે ઉપર પોલીસની બોલેરોથી થયેલ અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું સારવારમાં મોત ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બે દિવસ પહેલા મોરબી-હળવદ હાઇવે ઉપર એક ફોર વ્હીલ કારની પાછળ પુરપાટ ઝડપે આવતી પોલીસ વિભાગની બોલેરો જીપે આગળની ફોર વ્હીલનો ઓવરટેક કરી બાઈક ચાલક આધેડ કે જેઓ રોડ ક્રોસ કરતા હોય તેને હડફેટે લેતા આધેડનું દોઢ દિવસની ટૂંકી સારવારમાં મોત નિપજતા હાલ મરણ જનાર આધેડના પુત્ર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ ખાતાની બોલેરો જીપના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર મૂળ ખરેડા ગામના વતની હાલ મોરબીના પીપળી ગામે માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા ધવલભાઇ હિરાભાઇ રજોડીયા ઉવ-૨૪ એ આરોપી બોલેરો રજી. જીજે-18-જીબી-5580ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૧૬/૦૨ના રોજ સવારના આશરે નવ વાગ્યાની આસપાસ ફરિયાદી ધવલભાઈના પિતા હીરાભાઈ બચુભાઈ રજોડીયા તેમની માર્કો વિલેજ સોસાયટી ખાતે આવેલ દુકાનેથી તેમનુ મો.સા રજી નંબર-જીજે-03-બીજે-8505 વાળુ લઇ મોરબી તરફ જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોરબી તરફથી આવતી ફોર વ્હીલ ગાડીની પાછળ આવતી પોલીસ ખાતાની બોલેરો જીપ રજી નંબર-જીજે-18-જીબી-5580 ના ચાલક તેની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી આગળ જતી ફોર વ્હીલ ગાડીને ઓવરટેક કરતા ફરીયાદીના પિતાના મો.સાયકલ સાથે અકસ્માત કર્યો હતો.

જે અકસ્માતમાં બાઈક ચાલક હીરાભાઈ બચુભાઈ રજોડીયાને માથાના ભાગે તથા જમણા પગના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિ. બાદ ત્યાથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ત્યા તેમનું ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજતા હાલ મરણ જનારના પુત્ર દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે પોલીસ ખાતાની બોલેરોના પોલીસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!