હળવદ તાલુકામાં તોલમાપ ખાતાની ધોરણ નીતિ અતી નિષ્ક્રિયતાના કારણે ગ્રાહક બિચારો ગ્રાહક છડેચોક લુટાતો જોવા મળે છે.પૈસા પુરા આપવા છતાં માલ કાયદેસરનો ઓછો મળે છે કોની બલીહારી હોઈ શકે? આ બાબતની અનેક વાર રાડ ઊભી થઈ છે કોણ જવાબદાર તંત્ર ને ગરીબ ગ્રાહકોને લુટતા બચવા માં કોઈ રસ નથી વેપારીઓ તોલમાપ બાબતે વ્યવસ્થિત ગફલાબાજી કરીને ગ્રાહકોને ખુલ્લેઆમ છેતરતા હોય છે .ગ્રાહક પોતાની સગી આંખે ત્રાજવા કે તેની સામે હોવા છતાં દુકાનદારનું કાબેલ માણસ આબાદ રીતે ઓછું તોલીને ગ્રાહકોને થેલી માં નાખી દે છે. આવું કમઠાણ તો હળવદ પંથકમાં દિન-પ્રતિદિન વધતું જાય છે. તેમના પર અંકુશ લાવવો જરૂરી છે. કરામતની બાજો ની કલા બિચારો ગ્રાહક કોને નડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ઓચિંતુ ચેકીંગ કરી તો ફેર પડે ગ્રાહક પૂરા પૈસા આપતો હોવા છતાં લૂંટાઈ રહ્યો છે. તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી હળવદ શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે