મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે.અગાઉ હાઇકોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે મૃતકોના સ્વજનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર થયા બાદ જયસુખ પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. મોરબીમાં ગત વર્ષ ૨૦૨૨માં પુલ તૂટી પડ્યો ત્યારે તેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા. આ પુલ ઓરેવા ગ્રૂપ દ્વારા રિનોવેટ કરવામાં આવ્યો હતો તેથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ આ કેસમાં મુખ્ય આરોપી છે. પુલ દુર્ઘટના પછી જયસુખ પટેલ મહિનાઓ સુધી ફરાર રહ્યા બાદ સરેન્ડર કર્યું હતું.ત્યારથી તે મોરબી સબ જેલમાં બંધ છે.જયસુખ પટેલ દ્વારા હાલ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. તેમજ અગાઉ તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જે કોર્ટે ફગાવી હતી. ત્યારે જયસુખ પટેલની જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.