અયોધ્યામાં રામ મંદિરની વાત કરવામાં આવે તો 1990ની ગોળીબાર અને 1992ની બાબરી ધ્વંસનો ઉલ્લેખ ચોક્કસથી થશે. ત્યારે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કારસેવા કરનાર કારસેવકોનો સન્માન સમારોહ યોજાશે.
અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામના ભવ્યતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ગત તા ૨૨-૧ ના રોજ આટોજન કરાયું હતો. પ્રભુ શ્રી રામના મંદિરના નિર્માણમાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરનાર કારસેવકોનો ફાળો સવિશેષ છે. ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩-૩-૨૦૨૪ રવિવારના રોજ સવારે ૯ કલાકે મોરબીમાં વસતા દરેક કારસેવકોનો સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ મોરબીનાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરનાર દરેક કારસેવકોએ સી.ડી.રામાવત (કારસેવક) – મો.નંઃ-૯૧૭૩૫૪૪૨૦૬, -નવીનભાઈ માણેક (કારસેવક) – મો.નંઃ-૯૨૨૮૨૨૧૬૦૨, નેવિલભાઈ પંડિત – મો.નંઃ-૯૪૨૯૪૭૧૭૦૧ તથા ભાવીનભાઈ ઘેલાણી – મો.નંઃ-૯૯૨૫૪૯૬૪૮૮ નો સંપર્ક કરી નોંધ કરાવવા સંસ્થાના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે દ્વારા જણાવવામાં આવ્યું છે.