હળવદના કેદારીયા ગામ નજીક પુરપાટ ઝડપે જતા ટ્રકે બાઈક ઉપર જઈ રહેલા ખેડૂત પરિવારને પાછળથી ઠોકરે ચડાવતા બાઈક સવાર પતિ, પત્ની તથા 10 વર્ષનો તેમનો પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના કેદારીયાના વતની ખેડૂત પરિવાર ગત તા.08/02ના રોજ રણજીતગઢ ગામે આવેલ વાડીએથી કેદારીયા ગામ બાઈક રજી.જીજે-13-જેજે-0765 ઉપર પરત આવતા હોય ત્યારે કેદારીયા ગામ નજીક હળવદ માળીયા હાઇવે રોડ ઉપર પાછળથી પુરઝડપે ચલાવી આવતા ટ્રક રજી.જીજે-12-બીજે-9927 ના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર દંપતી અને તેમના 10 વર્ષના પુત્રને ફ્રેકચર તથા માથામાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે પ્રથમ હળવદની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવારમાં મોરબી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે સમગ્ર અકસ્માતના બનેલ બનાવ બાબતે ખેડૂત દંપતી મહિલા કૈલાશબેન જયંતીભાઇ પોપટભાઇ ઉપાસરીયા ઉવ.૪૭
દ્વારા હળવદ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.