હાલમાં દિવસે ઉનાળો અને રાત્રે શિયાળા નો માહોલ જોવા મળી રહ્યો છે અને ઋતુ બદલાવ થવાનો સમયગાળો ચાલુ છે ત્યારે મિશ્ર ઋતુ ને કારણે મોરબીમાં રોગચાળા એ પણ માથું ઉચક્યું છે અને તાવ ,શરદી ઉધરસ જેવા લક્ષણો સાથે વાયરલ ઇન્ફેક્શન ના કેસોમાં વધારો થયો છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં ૯૭૮ જેટલા કેસો નોંધાયા હતા ત્યારે ચાલુ માસના ૨૨ દિવસ દરમિયાન ૭૯૧ જેટલા કેસો નોંધાયા છે અને આ સિવાય પણ મોરબીની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલ ઇન્ફેક્શન ના કેસનો ઢગલો જોવા મળી રહ્યો છે.
તેમજ આ પ્રકારના ઇન્ફેક્શન વધુ પડતાં હવા થી ફેલાતા હોય છે તો આનાથી બચવા માટે દરેક લોકોએ માસ્ક પહેરવું જોઈએ તેમ મોરબી સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેટ ડૉ.પ્રદીપ દુધરેજિયા એ જણાવ્યું હતું.