વાંકાનેર મિલ પ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રક અચાનક પાછળ આવતા પાછળના ભાગે ઉભેલ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર આધેડનો પગ ટ્રકના વ્હીલના જોટામાં આવતા તાત્કાલિક આધેડને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર ગત તા. ૨૨/૦૨ ના રોજ વાંકાનેર મિલ પ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રક રજી. જીજે-03-બીવાય-5352 ના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી રીતે તેમજ બેદરકારીપૂર્વક ચલાવી અચાનક પાછો પાડતા ટ્રક પાછળ ઉભેલ બાઈક સાથે અથડાયો હતો. જેમાં બાઈક લઈને ઉભેલ દિલીપભાઈ પંડ્યાનો પગ ટ્રકના જોટામાં આવી જતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં દિલીપભાઈનું ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર અમીતભાઇ દીલીપભાઇ પંડ્યા રહે.વાકાનેર મીલ કોલોની સ્ટેશન રોડની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.