મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ ને મળેલ બાતમીના આધારે મોરબી વાવડી રોડ શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા ચાર ઇસમોને ઇંગ્લિશ દારૂની નાની મોટી ૧૫૦૦ બોટલો નંગ કિંમત રૂ. ૫,૯૫,૮૦૦ ના દારૂ તેમજ કુલ ૨૨,૬૫,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના બાતમી મળી હતી કે ભારતપરા -૦૧ પંચાસર રોડ ખાતે રહેતો ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ ઘાંચી, મકરાણીવાસમાં રહેતો અકરમ મહેબૂબભાઈ પઠાણે હરિઓમ પાર્ક વાળા રવિન્દ્ર ઉર્ફે રવી નટુભાઈ પટેલ મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં અન્ય પ્રાંતમાંથી ગેર કાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી મોરબી વાવડી રોડ ખાતે આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી હેરાફેરીની પ્રવૃત્તિ કરતા હતા.
જ્યાં રેઇડ કરી મુદ્દામાલ સાથે ચાર ઇસમ જેમાં ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક, અકરમ મહેબુબભાઈ શાહમદાર, કિશન પ્રવીણભાઈ લવા અને સિકંદર ઉફે સિકલો કાદરભાઈ મોવરની અટકાયત કરી છે.
જ્યારે રવિન્દ્ર ઉર્ફે રવી નટુભાઈ વિડજા, હિતેશભાઇ ઉર્ફે મોઢિયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા, તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા, સાહિલ ઉર્ફે સવો સંધી, લક્કી રાઠોડ અને નંબર પ્લેટ વગરના અશોક લેનન ચાલકની અટકાયત કરવાની બાકી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે (૧) મેકડોવેલ્સ નં-૦૧ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૬૦ ની કિ.રૂ.૧,૩૫,૦૦૦/-, (૨) રોયલ ચેલેન્જ ફાઇન રીજર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ ની કિ.રૂ.૧,૨૪,૮૦૦/-, (૩) મેકડોવેલ્સ નં-૦૧ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ ની કિ.રૂ.૨૪,૦૦૦/-, (૪) રોયલ સ્ટગ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૨૦ ની કિ.રૂ.૧,૬૮,૦૦૦/-, (૫) ઓલ સીઝન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ ની કિ.રૂ.૧,૪૪,૦૦૦/- કુલ નાની મોટી બોટલો નંગ -૧૫૦૦ (પેટી નંગ-૧૧૦) મળી કુલ કિંમત રૂ.૫,૯૫,૮૦૦/- નો ઇંગ્લિશ દારૂ તેમજ નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-, અતુલ શકિત રીક્ષા નંબર-GJ-03-BT-1953 કિંમત રૂ. ૫૦,૦૦૦/-, સ્વિફ્ટ કાર નંબર GJ-૦૯-BL-૦૦૪૭ કિંમત રૂ. ૬,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૨૨,૬૫,૮૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી. એમ.ઢોલ,પીએસઆઈ કે.એચ.ભોચિયા અને એલસીબી પેરોલ ફર્લો સ્કોડ અને ટેકનિકલ ટીમને સ્ટાફ જોડાયો હતો.