Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

અપમૃત્યુના ત્રણ બનાવમાં પરિણીતાએ પતિને માનસિક તકલીફ હોય જેના કારણે જયારે યુવકને કામધંધા બાબતે પિતા દ્વારા અવાર નવાર કહેતા તેમજ ૬૫વર્ષીય વૃદ્ધા અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવમાં વાંકાનેર તાલુકા અને મોરબી તાલુકા પોલીસ મથકમાં એમ અલગ અલગ ત્રણ આત્મહત્યાની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

જેમાં પ્રથમ ઘટનામાં વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સંસ્કાર જોન્સન સિરામિકના લેબર કોલોનીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની વતની સીતા અમ્બસિંહ માનસિંહ આહિરવાડ ઉવ.૨૪ વર્ષીય પરિણીતાના પતિને માનસીક તકલીફ થઇ જતા તેનો પતિ રખડતુ ભટકતુ જીવન ગાળતો હતો અને કોઇ કામ ધંધો કરતો ન હોય જેના કારણે પરિણીતા છેલ્લા એક વર્ષથી પોતાના માતા પિતાના ઘરે રહેવા આવી ગયેલ હોય જ્યાં ગઈકાલ તા.૦૧/૦૩ ના રોજ પોતાની જાતે પોતાના રૂમે પંખામાં દુપટા વતી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા સીતા આહિરવાડનું મૃત્યુ નીપજતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

બીજા અપમૃત્યુના બનાવમાં હાલ સુરત શહેરના ઉધના ઉદ્યોગનગરમાં રહેતા મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના ૨૧ વર્ષીય સંકેતભાઇ કિશોરભાઇ વણોલના બાપુજી સંકેતને અવાર નવાર કામધંધો કરવા કહેતા હોય ત્યારે તે બાબતનું લાગી આવતા ગત તા.૨૪/૦૨ના રોજ ખાખરાળા ગામે તેના ઘરે યુવાને કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી યુવાનને ઝેરી અસર થતા સારવારમાં પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જતા જ્યાં ચાલુ સારવારમાં સંકેતનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકના પિતા કિશોરભાઇ બાબુભાઇ વણોલ ઉવ.૪૪ રહે.સુરત ઉધના ઉધોગનગર મુળ.ખાખરાળા તા.જી-મોરબી દ્વારા જાહેર કરેલ હકીકત મુજબ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજી અપમૃત્યુની ઘટનામાં મોરબીના પંચાસર ગામે રહેતા ગીતાબા લગધીરસિંહ ઝાલા ઉવ.૬૫ એ ગઈકાલે કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે કોઇ ઝેરી દવા પી લેતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ હોય જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ જે.બી.પરમાર દ્વારા ચલાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!