Wednesday, November 27, 2024
HomeGujaratપાટડી યાર્ડમાં નકલી જીરું ઝડપાયું:હળવદ યાર્ડમાં વેપારી ઝડપાયો હતો તો યાર્ડના સતાધીશોએ...

પાટડી યાર્ડમાં નકલી જીરું ઝડપાયું:હળવદ યાર્ડમાં વેપારી ઝડપાયો હતો તો યાર્ડના સતાધીશોએ ફકત નોટિસ આપીને સંતોષ માની લીધો!

પાટડીમાં ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલર વાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો છે. પાટડી યાર્ડ સતાવાળાઓએ ૧૪૨ મણ ભેળસેળીયું જીરૂ સીઝ કરી નમૂના લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ચોંકાવનારી બાબત સામે આવી છે કે વેપારીએ મંગળવારે હળવદ યાર્ડમાં આ જ જીરૂ વેંચતા જતાં પકડાયો હતો, જો કે ત્યારે માત્ર નોટિસ આપી જવા દેવાયો હતો. તેથી હળવદ માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો સામે પણ અનેક સવાલ ઉઠી રહયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા બુધવારે હળવદ યાર્ડમાં ઊંચા ભાવે વેચાતા જીરૂમાં કલરવાળી વરિયાળી મિક્સ કરી બે ઢગલા હરાજીમાં મુકયા હતા. જે અન્ય વેપારીના ધ્યાને આવતા ભાંડો ફૂટયો હતો. જે જીરૂ પાટડી માર્કેટિંગ યાર્ડમાં સવારામ ટ્રેડિંગ કંપનીમાં ઉતારતા જ વેપારીને જીરૂ શંકાસ્પદ લાગતા યાર્ડ સત્તાવાળાઓને જાણ કરી હતી. આથી આ શંકાસ્પદ જીરૂના નમૂના લેવડાવી ૧૪૩ મણ ભેળસેળીયું જીરૂ કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરાઈ હતી. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી પ્રતિમણ રૂપિયા ૧૨૦૦થી ૧૫૦૦ના ભાવે વેચાય છે, જ્યારે જીરૂ પ્રતિમણ રૂપિયા ૪૦૦૦થી ૫૧૦૦ના ભાવે વેચાય છે. તેથી ભેજાબાજ વેપારીએ વરિયાળીમાં કલર કરી જીરામાં ખપાવવા પ્રયાસ કર્યો છે. જેની સામે હળવદ યાર્ડના સત્તાધિશો પણ શંકાના દાયરામાં આવ્યા છે. કારણે કે યાર્ડના સતાવાળાઓએ આ જીરૂ મંગળવારે પકડી પાડ્યું હોત તો આજે પાટડી માર્કેટિંગ યાર્ડ સુધી આ પહોંચ્યું ન હોત તેવું ખુદ વેપારીઓ કહી રહ્યા છે. આ અંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ જાદવ અને સેક્રેટરી સાગરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હળવદના વેપારી ખેડૂતોના નામે પાટડી એપીએમસીમાં અંદાજે સાતેક લાખનું નકલી જીરૂ વેચવા આવતા ઝડપાઈ જતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!