રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાટરના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ પોલીસ હેડક્વાર્ટરમાં બનેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કર્યું હતું. તેમજ રનીંગ ટ્રેકનું પણ લોકાર્પણ કર્યું હતું. આ રનીંગ ટ્રેક સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે તમામને મદદરૂપ થશે. આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ જામનગર જિલ્લા ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.