મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે મોરબી – માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રાઇવેટ લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે અલગ અલગ વિભાગો દ્વારા ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશનો રૂ. ૧૪૨૫૦૦/- ની કિંમતનો ૧૯૦૦ લિટર જથ્થો સીઝ કરી તેના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મહેન્દ્રનગર ગામે મોરબી – માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રાઇવેટ લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે મોરબી એલસીબી પીએસઆઇ ભોચીયા, બી ડિવિઝન પીએસઆઇ ઝાલા, પુરવઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ તથા મામલતદાર મોરબી ગ્રામ્યએ સંયુક્ત રીતે તપાસ કરી તેમની ટીમ દ્વારા આવો ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશનો ૧૯૦૦ લીટર જથ્થો કિંમત રૂ. ૧૪૨૫૦૦/- ની કિંમતનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી માટે એફ.એસ.એલ. ખાતે મોકલી આપવામાં આવ્યો છે.આગામી સમયમાં વધુ જગ્યાએ આવી કાર્યવાહી થાય તો નવાઈ નહીં તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે.