મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા કરવામાં આવે છે જેમાં બિનવારસી મૃતદેહના અંતિમસંસ્કાર, વૈકુંઠ રથસેવા, શબવાહિની, મેડિકલ કેમ્પ કુદરતી આફત સમયે માનવ સેવા, નેત્રમણી-નેત્રયજ્ઞ જેવી સેવા પ્રદાન કરવામાં આવે છે
ત્યારે અયોધ્યા ખાતે પ્રભુશ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે મોરબી જીલ્લાના કારસેવકોને સન્માનિત કરવાની શ્રીજલારામ પ્રાર્થના મંદિરની નૈતિક ફરજ સમજી શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા મોરબી જીલ્લાના વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ના કારસેવકોનું સન્માન સમારોહનું અનન્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા તથા મોરબી શહેરના કુલ ૯૭ કારસેવકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે ઉપસ્થિત રહી તમામ કારસેવકોને વોલ ક્લોક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.