મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ(સ્પેશયલ ઈલેકટ્રીસીટી)કોર્ટમાંથી સૌરાષ્ટ્રના સૌથી ચકચારી અને સૌથી મોટી ઈલેકટ્રીક પાવર ચોરી આશરે રૂ.૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયાના પાવર ચોરી પ્રકરણમાં તમામ ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરાયો છે.
સમગ્ર વીજ ચોરી કેસની ટૂંક વિગત મુજબ વર્ષ ૨૦૦૬ ની સાલમાં મોરબીના કાર્યપાલક ઈજનેર વી.એમ.પંડયા દ્વારા ‘રૂબી’ સીરામીક ઢુવા ખાતે ગેરકાયદેસર રીતે PGVCL ની ભારે દબાણની વીજલાઈનમાં મેજરીંગ કેબલ ટેમ્પર્ડ કરી વીજ પુરવઠો મેળવી વીજ ચોરી કરી ‘રૂબી’ સીરામીકના ભાગીદાર સંચાલક સ્વ નાથાભાઈ સામતભાઈ ડાભી તથા અન્ય ભાગીદાર સામે આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયા જેટલી રકમની લેખીત ફરીયાદ પોલીસ સ્ટેશને આપેલ હતી, જે ફરીયાદને આધારે આરોપીઓ સામે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
ઉપરોક્ત પાવર ચોરી બાબત અંગેનો કેસ મોરબીના એડી. સેસન્સ જજ બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલુ હોય ત્યારે આરોપીઓ તરફે મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હોય. જયારે સરકાર તરફથી ફરિયાદી પંડયા સાહેબ તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા તપાસ કરનાર અધીકારી કે.વાળા તમામના ચાલુ કોર્ટમાં નિવેદનો લેવામાં આવ્યા હતા. આરોપીપક્ષના વકીલ દ્વારા ભૂતકાળના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરીને ધારદાર દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ કોઈ વીજચોરી કરેલ હોય તેવુ બનેલ નથી અને રેઇડ દરમિયાન હાજર ફરિયાદી અને સાક્ષીઓ દ્વારા કોર્ટ સમક્ષ કબૂલાત કરી કે આરોપી નાથાભાઈ સામતભાઈ સીવાય અન્ય કોઈ આરોપીઓની હાજરીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને હાલના આરોપીઓ બનાવના સ્થળે હાજર ન હતા. જયારે આરોપી નાથાભાઈ સામતભાઈ ભરવાડ હાલ અવસાન પામેલ છે જયારે અન્ય આરોપીઓ ‘રૂબી’ સીરામીકના પાર્ટનરના દરજજે વહીવટકર્તા હોય તેવુ ફરીયાદ પક્ષ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે. તેમજ કેબલ વાયરમાં કોઈ મીસચીફ કરવામાં આવે તો મીટર ટેસ્ટીંગમાં જણાય આવે જયારે અહીં ટેસ્ટીંગમાં કોઈ મીસચીફ જણાય આવેલ નથી જેવી દલીલોને અંતે નામ. સ્પેસ્યલ જજ બુધ્ધ સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોયીઓ મનુભાઈ સામતભાઈ ડાભી, રમેશભાઈ સામતભાઈ ડાભી, મહેશભાઈ નાથાભાઈ ડાભી તથા વિનોદભાઈ નાથાભાઈ ડાભીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરાયો છે.