મોરબી એલસીબી ટીમે કોડીન કફ શિરપનો ઐતિહાસિક જથ્થો પકડી પાડયો છે. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો કોડિન કફ શિરપનો જથ્થો ઝડપ્યો છે જેમાં કુલ ૪૦૦ પેટી ભરેલ ગોડાઉન પકડી પાડ્યું છે. જેની કુલ કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા થવા જઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી ટીમે ગુજરાતનો સૌથી મોટો નશીલી કફ શિરપનો જથ્થો ઝડપી પાડયો છે. ૪૦૦ પેટી ભરેલ ગોડાઉન દોઢ કરોડથી વધુ કિંમતનો નશીલી કફ શિરપની ૮૦,૦૦૦ કરતા વધુ બોટલનો જથ્થો પકડી પાડયો છે. જેમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચે ગોડાઉન સંચાલક મનીષ પટેલની અટકાયત કરી છે. જે કફ શિરપનો જથ્થો ત્રિપુરાથી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસે જથ્થો મોકલનાર ઇસમ, જથ્થો મંગાવનાર રવી પટેલ નામનાં ઇસમ સહિત અન્ય વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. જેને લઇને મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે સતાવાર વિગત જાહેર કરવામાં આવશે. ત્યારે મોરબી પોલીસે નશીલી કફ શિરપનો જથ્થો યુવાનો સુધી પહોંચે તે પહેલાં જ પકડી પાડયો પાડી ઉત્તમ કામગીરી નિભાવી છે.