મોરબીના નાગડાવાસ ખાતે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસજ્ઞાતિ માટે મોરબી સ્થિત વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી ઉપરાંત રાજકોટ, મહેસાણાની પ્રસિદ્ધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ શહેરોના બેટ્સમેનોએ ચોગા છક્કા ની સટાસટી બોલાવી ટુર્નામેન્ટને રોચક બનાવી દીધી હતી.
મોરબીના નાગડાવાસ ખાતે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસજ્ઞાતિ માટે મોરબી સ્થિત વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી,રાજકોટ, મહેસાણા સહિતની પ્રતિષ્ઠિત ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ શહેરના બેટ્સમેનોને ચોકા છક્કાની રમઝત બોલાવી ટુર્નામેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ તકે ક્રિકેટ રસિયાઓ ઉપરાંત વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંડળના યુવા અગ્રણીઓ રાજુભાઈ બોરસાણીયા, શિવસાગર વ્યાસ તેમજ પ્રયાગ ભોરણીયા તેમજ યુવા ટીમે આયોજનની કમાન સંભાળી હતી. ફાઈનલમાં મહેસાણાની અસાયત ઇલેવન અને મોરબીની લાયન્સ ઇલેવન વચ્ચે ભારે રસાકસીના અંતે અસાયત ઇલેવનનો વિજય થયો હતો. વિજેતા ટીમને મોરબીના ધારાસભ્યના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યએ વિજેતા ટીમ સહીત તમામને અભીનંદન પાઠવી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવેલ આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી.