મોરબીના ફિદાઇ પાર્ક સોસાયટીમાં માથાભારે શખ્સે આતંક મચાવ્યો હતો જેમાં અગાઉ માથાભારે શખ્સ ઉપર મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરી હતી જે અંગે માથાભારે શખ્સ દ્વારા મહિલાના રહેણાંક પાસે પોતાની કારમાં આવી મહિલા પાછળ લોખંડનો પાઇપ લઇ દોડી જઈ મહિલાને કહ્યું ‘પોલીસ ફરિયાદ પરત ખેંચી લેજે નહીંતર તને અને તારા પતિને જાનથી મારી નાખીસ’ ત્યારે સમગ્ર બનાવ અંગે પીડિત મહિલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી માથાભારે શખ્સ વિરુદ્ધ ધાક ધમકી તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા બાયપાસ પાછળ આવેલ ફિદાઇ પાર્ક સીસાયટીમાં રહેતા સોનલબેન નુરુદીનભાઈ કચરાણી ઉવ.૨૫ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નવઘણ મોહનભાઇ બાંભવા રહે. તુલસી પાર્ક શનાળા બાયપાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આજથી એક મહિના અગાઉ સોનલબેનની સોસાયટી બાજુમાં સોનલબેનના માતા-પિતાના ઘર પાસે રહેલ ખાલી પ્લોટમાં અન્ય જ્ઞાતિનો લગ્ન પ્રસંગ યોજેલ હોય જે બાબતે નવઘણ બાંભવાએ ફોન ઉપર સોનલબેન અને તેના પતિને ધાક ધમકી આપતા પોલીસ ફરિયાદ કરી હોય જે બાબતે ગત ૦૪/૦૩ ની રાત્રીના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સોનલબેન પોતાના ઘર પાસે બેસેલ હોય ત્યારે આરોપી નવઘણ પોતાની કાળા કલરની થાર ગાડી લઇને આવીને સોનલબેનને કહેલ કે તમે જે ફરીયાદ કરેલ તે પાછી ખેચી લો તેમ કહી ગાળો આપી અને ગાડીમાંથી લોખંડનો પાઇપ લઇને નીચે ઉતરેલ અને ફરીયાદી પાછળ લોખંડનો પાઇપ લઇને મારવા દોડેલ જેથી સોનલબેને બુમા બુમ કરતા સોનલબેનના માતાપિતા કે જેઓ તેમની ઘરની બાજુમાં રહે છે જેથી તેઓ આવી જતા આરોપી નવઘણ એ સોનલબેનની હોન્ડા અમેઝ કાર રજી નં. GH-36-L-3219 ના કાચ તોડી ગાડીમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. જે અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ આઇપીસી કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.