આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબીમાં વિદ્યાર્થિનીઓને અંધશ્રદ્ધા જાગૃતિ તેમજ રોકેટ વિજ્ઞાન જેમાં વિધાર્થિનીઓને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા મટીરીયલ માંથી માર્ગદર્શન પ્રમાણે જાતે રોકેટ બનાવી વિધાર્થિનીઓએ રોકેટ લોન્ચ કર્યા હતા..
મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસને ધ્યાનમાં રાખીને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબીની વિદ્યાર્થિનીઓમાં અંધશ્રદ્ધા જાગૃતિ તેમજ રોકેટ વિજ્ઞાનમાં વિધાર્થિનીઓને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મટીરીયલ આપી માર્ગદર્શન પ્રમાણે વિદ્યાર્થીનીઓએ જાતે રોકેટ બનાવી લોન્ચ કર્યા હતા.. જે કાર્યક્રમ યોજવા માટે દિપેનભાઈ ભટ્ટ તરફથી રજૂઆત કરાઇ હતી. જે કાર્યક્રમ માટે શ્રીમતી એમ.પી શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટી ટ્રસ્ટીઓ, પ્રદીપભાઈ, રજનીશભાઈ તેમજ દેવાંગભાઈ તથા આચાર્ય નિમાવત મેડમ, ઉષાબેન જાદવ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા સહકારથી કાર્યક્રમને સફળ બનાવવા માટે આભારમાની અભીનંદન પાઠવવામાં આવ્યા હતા…