Friday, January 10, 2025
HomeGujaratમાળિયાના ખાખરેચી ગામે IOCLની પાઈપલાઈન પાસે ઓફ સાઈટ મોક ડ્રીલનું આયોજન કરાયું

માળિયાના ખાખરેચી ગામે IOCLની પાઈપલાઈન પાસે ઓફ સાઈટ મોક ડ્રીલનું આયોજન કરાયું

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજીત મોક ડ્રીલમાં ઓઈલ લીકેજની પરિસ્થિતિ અંગે લોકોને માર્ગદર્શન અપાયું

- Advertisement -
- Advertisement -

મોરબીમાં માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની પાઈપલાઈન પાસે સલામતી અને સુરક્ષા બાબતે ઓફ સાઈટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખાખરેચી ગામ નજીકથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના પશ્ચિમી ક્ષેત્ર પાઈપલાઈન્સ વિરમગામ હેઠળની બાય ડાયરેક્શન પાઈપલાઈન પસાર થાય છે. આ પાઈપ લાઈન થકી કોયલીથી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરવામાં આવે છે. ત્યારે આજે સવારે ૧૧:૦૦ વાગ્યા આસપાસ ફરજ પરના કર્મચારી જ્યારે લાઈન ચેકિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમને લીકેજની શંકા જતા તેમણે સુપરવાઈઝર અને કન્સલ્ટ અધિકારીને જાણ કરી હતી. જેથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ત્યાં પહોંચી સાઈટ પરનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ બાદ લીકેજ જણાતા કંટ્રોલરૂમને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ત્વરિત પગલાં લઈ RCP-3 અને RCP-4ના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતું.

એ સમગ્ર વિસ્તારને બેરીકેટ કરી પ્રવેશ બંધી કરાવી મેન્ટેનન્સ ટીમને જાણ કરવામાં આવતા મેન્ટેનન્સ ટીમે આવી સ્થળની તપાસ કરી હતી. લીકેજ થોડું વધી જવાથી સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી જેથી લીકેજ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોબાઈલ ઓઈલ પીલ રિકવરી યુનિટ દ્વારા બાકી રહી ગયેલું ઓઈલ શોષી લેવાની કામગીરી હાથ ધરી મોબાઈલ મેન્ટેનન્સ વાન પણ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. સ્થળ પર અચાનક જ આગ ફાટી નીકળી હતી જેથી અગાઉથી બોલાવી લેવામાં આવેલા ફાયર ફાઈટર થકી કેમિકલ ફોર્મથી આગ કાબુમાં લેવામાં આવી હતી. આ પરિસ્થિતિ દરમિયાન એક કર્મચારીને ઈજા પહોંચતા 108 બોલાવી તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

આખરે મેન્ટેનન્સ ટીમે પરિસ્થિતિ કાબુમાં હોવાની સૂચના આપતા પરિસ્થિતિ થાળે પડી હતી અને સામાન્ય ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનમાં ઘણી વાર કોઈ અસામાજિક તત્વો દ્વારા ચોરીના પ્રયાસો કરવામાં આવે છે. આ પાઈપલાઈનમાંથી પ્રેસરથી પેટ્રોલિયમ પેદાશોનું વહન કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના કૃત્ય થકી આગ કે પ્રદૂષણનો ભયંકર ખતરો રહે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ દ્વારા દિવસ-રાત આ સુરક્ષા અને સલામતીની તકેદારી રાખવામાં આવે છે. લોકો પણ આ બાબતે જાગૃત બની સલામતી જાળવી શકે તે માટે ખાખરેચી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલના ભાગરૂપે આ તમામ ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. મોક ડ્રીલ બાદ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિસ્પોન્સી ટીમ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ કેવી રીતે તાબામાં લીધી તે માટેની માહિતી આપવામાં આવી હતી તેમજ જાગૃતિ માટે કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!