ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી બેઠક માટે વિનોદ ચાવડાના નામની જાહેરાત કરાઈ છે. વિનોદ ચાવડા મોરબી ખાતે પધારતા મોરબી માળીયા મીયાણા વિધાનસભા પરિવાર દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત – સન્માન સાથે બાઈક અને કાર રેલી યોજાઈ હતી. ત્યાર બાદ સાંસદ સભ્ય વિનોદ ચાવડાએ કાર્યકર્તાને સંબોધ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી લોકસભાના વર્તમાન સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમ વખત મોરબી પધાર્યા હતા.
મોરબી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ સ્વામિનારાયણ મંદિર જીઆઇડીસી સનાળા રોડ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ બાઈક અને કાર રેલી દ્વારા મોરબીની મુખ્ય બજારોમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. અને રસ્તામાં આવતા જિલ્લા ભાજપ કાર્યાલય પર દીપપ્રજજલન બાદ ઉમા ટાઉનશીપ ખાતે કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓને સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા સંબોધવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે આપણા જિલ્લા માંથી પાંચ સાંસદ અને પાંચ ધારાસભ્ય છે. દરેક જગ્યાએથી લાખ મતની અપાવવા માટે ગણતરી કરવી પડશે. તેમજ જયંતિ ભાઈ ભાજપમાં આવ્યા તેમ બુથ લેવલે અને ગામજનોનેં ભાજપમાં જોડો તેમ આહવાન કર્યું હતું. તેમજ સાંસદ વિનોદ ચાવડાએ અબકી બાર ૪૦૦ કે પાર…. એક બાર ફિર મોદી સરકાર..અને મે હું મોદી પરિવાર તેમ કહી કાર્યકર્તાઓને સંબોધન શરૂ કર્યું હતું. સાથે જ કાર્યકર્તાઓએ પ્રેમ અને સહકાર આપ્યો તેથી ત્રીજી વાર મવડી મંડળ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. તેમ જણાવ્યું હતું. તેમજ 500 વર્ષ બાદ રામ મંદિર નું નિર્માણ થઇ ગયું છે…તેમજ ૨૦૨૪ માં નરેન્દ્ર મોદીના વિશ્વાસ માટે આપની શકિત બતાવવી પડશે અને મોરબી પહેલા નંબરે જ રહેવાનું છે. તેમ કહી સૌથી વધુ લીડ સાથે જીત મેળવીએ તે માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે હુંકાર ભર્યો હતો…