મહુવા તાલુકાના રહેવાસી અને મોરબી તાલુકાના રાજપર ગામની સિમ વિજયભાઈ રંગપરીયાના ગાયત્રી ફાર્મ હાઉસમાં રહેતા સોનલબેન ચીમનભાઈ શિયાળે પોતાના પતિ ચીમનભાઈ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા તેની શોધખોળ હાથ ધરવા માટે મરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જે ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના રાજપર ગામની સિમ વિજયભાઈ રંગપરીયાના ગાયત્રી ફાર્મ હાઉસમાં રહેતા ફરિયાદી સોનલબેન મહુવા ખાતે લગ્ન પ્રસંગમાં તા.29/02/24ના રોજ ગયા હતા. ત્યારે ફરિયાદીની તેમને પતિ સાથે 05/03/24 ના રોજ સાંજના સાતેક વાગ્યા આસપાસ ફોન પાર વાત ચિત્ત થઇ હતી. જે બાદ તા. 06/03/24 ના રોજ ફાર્મ હાઉસ ખાતે વલ્લભભાઈ રંગપરીયા આવતા 45 વર્ષીય ચીમનભાઈ નહિ દેખતા અને ફાર્મને તાળું મારેલ હોવાથી ફરિયાદીને કોન્ટેક્ટ કરી જાણ કરતા જમાઈ દ્વારા સાગા વહાલાને ત્યાં ફોન દ્વારા ફરિયાદીના પતિની શોધખોળ કરેલ તેમજ તેમના મોં. 99240 09271 ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેમજ ફાર્મ હાઉસના સંચાલક વલ્લભભાઈ દ્વારા આસપાસના મજૂરો સહીત લાગતા વળગતાને ત્યાં તપાસ કરી હતી. પરંતુ મળી નહિ આવતા આજરોજ રાજપર ગામે આવી ત્યાં સીસીટીવી ચેક કરતા ફરિયાદીના પતિ તા. 05/03/24 ના રોજ સાંજના સાતેક વાગ્યે ફાર્મ હાઉસને તાળું મારી હાથમાં થેલી લઇ કોઈને કઈ જાણ કાર્ય વગર ક્યાંય જતા રહેતા તેની શોધખોળ કરવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ફરિયાદીના પતિ શરીરે મજબૂત બાંધાના રંગે ઘઉં વર્ણના, જેની ઉંચાઈ 4 ફૂટ 9 ઇંચની અને શરીરે કાળું ઉનનું જેકેટ અને કોફી કલરનું પેન્ટ પહેયું છે. પગે ચંપલ અને હાથમાં કાળું ઝબલું લઈને ગયા છે. જેમના જમણા કે ડાબા હાથે પોચા પર ૐ તથા સોનલ લાખાવેલ છે. જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.