રાણેકપર ગામે સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં અઢીસોથી વધુ બિલ્વપત્ર નીચે દીપ પ્રજ્વલિત કયૉ, મંદિર માં ૧૧૦૦ થી વધું દીપ પ્રાગટાવ્યા ભક્તો માં આસ્થાનું પ્રતિક મહાદેવને શિવરાત્રી માં ખાસ બિલ્વપત્ર ચઢાવવાનો ખાસ મહિમા’સાથે શિવ ભક્તો બિલ્વ વૃક્ષ ની પરીક્રમા કરવાનું અનેરૂં મહત્વ
રાણેકપર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતી સમયે ૨૫૧ બિલ્વપત્રવૃક્ષ નીચે અને શિવાલય ફરતે ૧૧૦૦ દિપ પ્રાગટય કરી પુજા અર્ચન કર્યું
” મહાશિવરાત્રી એ શિવ દર્શનમ્” ભકતોની ભીડ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ત્યારે હળવદ તાલુકાના રાણેકપર ગામે સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં અઢીસોથી વધુ બિલ્વપત્ર સહિત અન્ય ખાખરો ખીજડો આકંડો સહીતના ઓષીધ વુક્ષોનુ સુદર વન આવેલ છે.કથાકાર ગિરીબાપુ ના કહેવાથી મંદિરમાં પ્રભુબા અને અન્ય સ્વયં સેવકો દ્વારા અઢીસોથી વધુ બિલ વૃક્ષનું ઘટાટોપ વન બનાવ્યું છે.મહાશિવરાત્રી એ મહાદેવને રિઝવવા માટે બિલ્વપત્ર ચઢાવવાનો અનેરો મહિમા છે.હળવદ તાલુકાના રાણેકપર ગામે સ્વયંમભુ નીલકંઠ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભાવિક ભક્તો બિલ્વ વનની પરિક્રમા કરવાઉમટી પડે છે. શિવાલય હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠે છે. ત્યારે શિવભક્તો દ્વારા મંદિરમાં ૧૧૦૦ થી વધુ દીપ પ્રગટાવ્યા હતા. સાથે ૨૫૧ બિલ્વપત્ર ના ઝાડ નીચે દીપ પ્રાગટ્ય કરી બિલ્વપત્ર ઝાડનું પૂજન કરવામાં આવ્યું હતું,બિલ્વપત્ર ખાસ શિવરાત્રીમાં મહાદેવને ચઢાવવાનો મહિમા છે.સાથે સાથે ધતુરા, આંકડા ,દૂધ, જળ, કાળા તલ સાથે ખાસ બીલીપત્રો ચડાવીને ભકતો મહાદેવને મનાવવાનો પ્રયત્ન કરે છે. જો કે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ લાભદાયક છે. તેમાં આવતા બિલાનુ ફળ પણ લાભદાયી છે. હોય છે.
મહાદેવની ખાસ પૂજામાં બિલ્વપત્ર મહાદેવને ચઢવવામાં આવે છે. શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે વહેલી સવારથી ભાવિક ભક્તો બિલ્વપત્રની પ્રદિક્ષણા કરે છે, તેમજ આ નીલકંઠ મહાદેવ મંદિરમાં નરસિંહ મહેતા મીરાબાઈ ગીરીબાપુ જીવા અનેક સંતો મહંતો પધારી ચૂક્યા છે. હળવદ પંથકમાં ઐતિહાસિક પૌરાણિક નીલકંઠ મહાદેવનું મંદિર એક આસ્થા નું પ્રતીક છે.