ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી પરીક્ષાના પ્રથમ દિવસે તમામ વિદ્યાર્થીઓને ફુલ આપી કુમકુમ તિલક કરે મોઢું મીઠું કરાવી સ્વાગત કર્યું, શુભેચ્છાઓ પાઠવવામાં આવી,બોર્ડની પરીક્ષા માટે તંત્ર અને પોલીસ સજ્જ,ધોરણ ૧૦ ગુજરાતી વિષયની પરીક્ષા થી પ્રારંભ થયો. હળવદની સદભાવના વિદ્યાલય, મહર્ષિ ગુરુકુળ, તક્ષશિલા વિદ્યાલય, મંગલમ વિદ્યાલય, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, વિવેકાનંદ વિદ્યાલય,સરદાર પટેલ વિદ્યાલય, સહિતની વિવિધ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી કુમકુમ તિલક કરી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો
સમગ્ર રાજ્યમાં આજે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડ ની પરીક્ષામાં ધોરણ ૧૦ માં ગુજરાતીના પેપર થી શરૂ થયેલ, તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ નિશ્ચિત પણે પરીક્ષા આપે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. હળવદના ૧૦ કેન્દ્ર પર ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હતી, પરીક્ષા કેન્દ્ર પર કોઈપણ અનિશ્રય બનાવના ન બને તે માટે હળવદ પીઆઈ ડી એમ ઢોલના માર્ગદર્શન નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોડૅ ની પરીક્ષા યોજાઇ.