Tuesday, November 19, 2024
HomeGujaratબોર્ડ પરીક્ષા શરૂ:ધોરણ ૧૦માં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

બોર્ડ પરીક્ષા શરૂ:ધોરણ ૧૦માં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ધોરણ ૧૦નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે ૧૦થી ૧.૧૫ સુધી ચાલશે. આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આજથી ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં આજે ધો.૧૦
ના ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર ૯,૧૧,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપવાના છે. જેમાં SSC મોરબી ઝોનમાં કુલ ૧૧,૩૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જેમાંથી ૧૧,૧૨૪ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે. આજે અલગ-અલગ ત્રણ વિષયની પરીક્ષા હતી. જેમાં ગુજરાતી (FL) ૦૧ માં ૧૦,૮૭૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૦,૬૮૭ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે. જયારે ૧૮૫ વિદ્યાર્થીઓ ગેર હાજર છે. તેમજ અંગ્રેજી (FL) ૦૪ માં કુલ ૪૨૫ વિદ્યાર્થીઓ પૈકી ૪૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જયારે ૦૨ વિદ્યાર્થીઓ ગેર હાજર છે. જયારે સાહિત્યમ ૫૦૨ની ૧૨ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!