Thursday, December 12, 2024
HomeBollywoodઆલિયા ભટ્ટથી લઈ આયુષ્માન ખુરાના સુધી, આ બોલિવૂડ સ્ટાર્સ કરોડોના ઘરના માલિક...

આલિયા ભટ્ટથી લઈ આયુષ્માન ખુરાના સુધી, આ બોલિવૂડ સ્ટાર્સ કરોડોના ઘરના માલિક બન્યાં

2020નું વર્ષ કોરોનાને કારણે દુનિયા માટે નિરાશજનક રહ્યું છે. કેટલાંક સ્ટાર્સે શૂટિંગ ના હોવાથી ફ્રી સમયમાં પોતાના માટે ઘરી ખરીદ્યું હતું. જાણીએ 2020માં ક્યા સ્ટાર્સે કરોડોની પ્રોપર્ટી ખરીદી?

- Advertisement -
- Advertisement -

આયુષ્માન ખુરાનાએ ચંદીગઢમાં ઘર ખરીદ્યું

આયુષ્માન ખુરાનાએ આ વર્ષે સેક્ટર 6, પંચકુલા, ચંદીગઢમાં પરિવાર માટે ઘર ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા છે. આ ઘરમાં આયુષ્માન પત્ની, બે બાળકો, માતા-પિતા, ભાઈ અપાર શક્તિ અને તેના પરિવાર સાથે રહેશે.

અરશદ વારસીએ ગોવામાં વિલા ખરીદ્યો

અરશદ વારસીએ ગોવામાં પ્રાઈમ લોકેશન પર હેરિટેજ વિલા ખરીદ્યો હતો. આ વિલા વર્ષ 1875ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. લૉકડાઉન શરૂ થાય તેના થોડાં દિવસ પહેલાં જ અરશદે આ વિલા લીધો હતો.

યામી ગૌતમે ડુપ્લેક્સ ખરીદ્યું

યામી ગૌતમે આ વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ ઉપરાંત, 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ 25 એકરમાં ફેલાયેલું છે અને તે હિમાચલ પ્રદેશમાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!