પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને કાશ્મીરમાં ઉત્પાદન થતું કેસર ખરીદવાની અપીલ કરી છે. કેસરને આ વર્ષે મે મહિનામાં જીઆઈ ટેગ મળ્યો છે. કાશ્મીરી કેસર પુલવામા, બદગામ અને કિશ્તવારમાં ઉગાડવામાં આવે છે. મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં કેસરના ઔષધીય ગુણો પણ જણાવ્યા. તેની સુગંધ, કલર અને લાંબા તાતણા તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.
કેસરથી સ્વાસ્થ્યને થતા ફાયદાઃ
– તેનાથી યાદશક્તિ વધે છે
– હાઈપરટેન્શનને કંટ્રોલ કરવામાં તે મદદ કરે છે
-તે અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન ડિસીઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
– પેટ સંબંધિત બીમારીઓને મટાડવામાં કેસર અસરકારક છે.
– વજન ઓછું કરવા અને હાઈપર પિગમેન્ટેશન નિયંત્રિત કરવામાં તે મદદગાર છે.
જો તેમાંથી બનતી વાનગીઓની વાત કરવામાં આવે તો બિરયાનીથી લઈને ખીરમાં કેસરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ઠંડીની સિઝનમાં કેસરની ચા સ્વાદની સાથે સાથે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.