ગુજરાતમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો ચાલી રહી છે. ત્યારે આજરોજ મોરબીની વિવિધ શાળાઓ ખાતે ધોરણ ૧૦ ના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતાં. જેમાં ૧૧,૬૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૨૦ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ગેર હાજર રહ્યા હતાં.
મળતી માહિતી અનુસાર, ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજરોજ ધોરણ ૧૦ ની મોરબી ઝોન ૧૨૫ પરીક્ષામાં ગણિત વિષયમાં કુલ ૧૧,૮૪૬ વિદ્યાર્થીઓમાંથી ૨૦ વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જ્યારે ૧૧,૬૨૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત ૧૨ માં ગુજરાતી વિષયમાં ૮૮૧ હાજર અને ૧ વિદ્યાર્થી ગેરહાજર, અંગ્રેજી વિષયમાં ૧૧૫ હજાર અને ૧ વિદ્યાર્થી ગેરહાજર એટલે કે કુલ ૯૯૮ માંથી ૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે બેઝિક ગણિત ૧૮માં ગુજરાતી વિષયમાં ૧૦,૫૧૮ માંથી ૧૦,૩૦૨ વિદ્યાર્થી હાજર જ્યારે ૨૧૬ વિદ્યાથીઓ ગેરહાજર રહ્યા જ્યારે અંગ્રેજી વિષયમાં ૩૧૮ વિદ્યાર્થીઓમાંથી ૩૧૬ હજાર અને ૨ વિધાર્થીઓ ગેર હાજર રહ્યા એટલે કે કુલ ૧૦,૮૩૬ માંથી ૧૦,૬૧૮ વિદ્યાથીઓ હજાર અને ૨૧૮ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. જ્યારે ગણીતમ ૫૦૪ (સંસ્કૃત પ્રથમા)માં ગુજરાતી માધ્યમમાં ૧૨ માંથી ૧૨ વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. એટલે કે ગણિતના વિષયમાં ગુજરાતી માઘ્યમમાં ૧૧,૪૧૨ વિદ્યાથીઓ માંથી ૧૧,૧૯૫ ઉપસ્થિત રહ્યા જ્યારે ૨૧૭ ગેર હાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ૪૩૪ વિધાર્થીઓમાંથી ૪૩૧ હાજર અને ૩ વિદ્યાર્થી ગેર હાજર જ્યારે બંને માઘ્યમના ૧૧,૮૪૬ વિદ્યાર્થીઓ માંથી ૧૧,૬૨૬ વિધાર્થીઓ ઉપસ્થિત રહયા જ્યારે ૨૨૦ વિદ્યાથીઓ ગેરહાજર રહ્યા હતા.