Friday, January 24, 2025
HomeSportsજાડેજાના કારણે રન આઉટ થયા બાદ રહાણેએ કર્યું કંઈક એવું કે જીતી...

જાડેજાના કારણે રન આઉટ થયા બાદ રહાણેએ કર્યું કંઈક એવું કે જીતી લીધું દિલ

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની વચ્ચે મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) રન આઉટ થઈ ગયો. રહાણે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ભૂલના કારણે રન આઉટ થયો પરંતુ ત્યારબાદ તેણે મેદાન પર જાડેજાને સાંત્વના આપીને મોટું દિલ દર્શાવ્યું. રહાણેએ જાડેજાને સાંત્વના આપવાની વાતથી તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. પોતાની ભૂલના કારણે રહાણે આઉટ થયો હોવાથી જાડેજાના ચહેરા પર અફસોસ વર્તાતો હતો. તો કેપ્ટને તેની પાસે જઈને સાંત્વના આપી. સોશિયલ મીડિયા પર રહાણે અને જાડેજા વચ્ચેની આ ક્ષણોની તસવીરો વાયરલ થઈ રહી છે અને પ્રશંસકોનું દિલ પણ જીતી રહી છે.

- Advertisement -
- Advertisement -

મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે રહાણે 104 અને જાડેજાએ 40 રનથી રમવાનું શરૂ કર્યું. ત્રીજા દિવસના પહેલા સેશનમાં 99.5 ઓવરમાં રહાણે રનઆઉટ થઈને પેવેલિયન પરત જતો રહ્યો. જાડેજાએ શોર્ટ કવરમાં બોલને ધકેલ્યો અને રન માટે દોડી ગયો. રહાણેએ પણ તરત પ્રતિક્રિયા આપી અને ક્રીઝ પર પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી અંતર રહી ગયું. તેની સાથે જ રહાણેની શાનદાર ઇનિંગનો અંત થઈ ગયો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!