હળવદ નગરપાલિકા દ્વારા આજરોજ હળવદના નાગરિકો અને વટેમાર્ગુઓને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશયથી ડ્રિંકિંગ વોટર એટીએમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો લાભ લેવા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
હળવદ નગરપાલિકા દ્વારા આજરોજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના હસ્તે હળવદના નાગરિકો અને વટેમાર્ગુઓ માટે પીવા માટેનું શુધ્ધ ઠંડુ પાણી મળી રહે તે માટે ડ્રિકિંગ વોટર એટીએમનો શુભારંભ કર્યો છે. જેમાં ૧ રૂપિયા માં ૧ લીટર , ૫ રૂપિયામાં ૧૦ લીટર અને ૧૦ રૂપિયામાં ૨૦ લીટર પીવાનું આરઓ ઠંડુ શુદ્ધ પાણી મળી રહેશે. ત્યારે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલારિયાએ આ સેવાનો લાભ લેવા હળવદની જાહેર જનતાને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં હળવદના સામાજિક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ નગરપાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.