ભારત સરકાર દ્વારા 100 ટકા e – KYC ની કામગીરીને ધ્યાનમાં રાખીને e – KYCની કામગીરી ઝડપથી થાય તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા – 2013 હેઠળ (NFSA) હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થીઓ ઘર બેઠા e – KYC કરી શકે તે માટે ફેસ ઑથેન્ટિકેશન આધારિત e – KYC ની સુવિધા માય રાશન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા 100 ટકા e – KYC ની કામગીરીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા – 2013 હેઠળ (NFSA) હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થીઓ ઘર બેઠા e – KYC કરી શકે તે માટે ફેસ ઑથેન્ટિકેશન આધારિત e – KYC ની સુવિધા માટે માય રાશન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં માય રાશન એપ ડાઉનલોડ કર્યા બાદ હોમ પેજ પર પ્રોફાઈલ પર ક્લિક કરવાનું, પ્રોફાઈલમાં રેશનકાર્ડ લિંક પર ક્લિક કરી રેશનકાર્ડ અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી તમારું રેશન કાર્ડ લિંક કરવાનું. ત્યાર બાદ ઓપન થતા પેઇઝમાં સંમતિ આપી ચેક બોક્સમાં ક્લિક કરતા આધાર ઓટીપી જનરેટ થશે જે નાખતા રેશન કાર્ડ લિંક સક્સેસ તેવું સ્ક્રીન પર નજરે પડશે.