Tuesday, November 19, 2024
HomeGujaratજામનગરમાં વકીલની હત્યાના મોરબીમાં પડઘા:મોરબી બાર એસોસિયેશન દ્વારા કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય...

જામનગરમાં વકીલની હત્યાના મોરબીમાં પડઘા:મોરબી બાર એસોસિયેશન દ્વારા કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી

ગતરોજ જામનગર શહેરમાં જામનગર વકીલ મંડળના સભ્ય હારૂન પાલેજાની સરાજાહેર ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં મોરબી બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી આજે કામ કાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી બાર એસોશિએશન દ્વારા કલેક્ટરને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, જામનગરના એડવોકેટ હારૂન પાલેજાના સરેઆમ હત્યાની બનેલી ઘટનાને મોરબી બાર એસોશીયેશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે. વકીલો ઉપર થતા હુમલા અને ઘાતકી હુમલો અને ઘાતકી હત્યાઓએ ગંભીર બાબત છે. આ અગાઉ પણ ઘણા આવા બનાવો બનેલ છે. એમ છતા આ બાબતે કોઈ નકકર પગલા ભરાતા નથી. વકીલો સમાજમાં ન્યાય માટે લડતા હોય અને ન્યાય સ્થાપીત કરવા માટે વકિલોનો હકક હિતને રક્ષણ આપવા માટે એડવોકેટ પ્રોટેકશન એકટ લાવવો જરૂરી છે. સ્વ.હારૂન પાલેજા વકીલના આત્માને ચીરશાંતિ મળે અને તેઓના પરિવારને ન્યાય મળે તેવી પ્રાર્થના સહ મોરબી બાર એસોશીયેશન જામનગર બાર એસોશીયેશન સાથે છે. અને તેઓના સર્મથનમાં આજ રોજ તમામ કામ કાજથી અળગા રહેવાનો ઠરાવ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!