મોરબી એસઓજી ટીમ દ્વારા શનાળા રોડ ઉપર રામચોક નજીક આવેલ ક્લાઉડ-9 તેમજ કુબેર ટોકીઝ પાસે આવેલ ધ પ્રિન્સેસ નામના સ્પા પાર્લરમાં ચેકીંગ હાથ ધરતા સ્પામાં કામ કરતી વર્કર બાબતે પોલીસ મથકમાં નોંધ નહિ કરાવી તથા બેકઅપ વાળા સીસીટીવી નહિ રાખી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા બંને સ્પા સંચાલકને હાલ નોટીસ આપી આઇપીસી કલમ ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં બે સ્પા પાર્લરમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શનાળા રોડ રામચોક નજીક આશાપુરા આર્કેડના ત્રીજા માળે આવેલ ક્લાઉડ-9 સ્પા પાર્લરમાં સ્પા સંચાલક કરનભાઇ રાજકમલભાઇ બાનાણી ઉવ.૨૯ રહે. મોરબી રવાપર રોડ સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ બી. વિંગ ફ્લેટ નં-૨૦૩ તેમજ સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝ પાસે ધર્મગોલ્ડ કોમ્લેક્સના બીજા મળે ધ-પ્રિન્સેસ સ્પાના સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઇ ખામકર ઉવ.૨૭ રહે.હાલ મોરબી-૨ સીરામીક સીટી જે-૧ ટાવર ફલેટ નં-૫૦૨ મુળરહે. વડોદરા FCI ગોડાઉન નજીક સયાજીગંજ એ સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીના બાયોડેટાનુ ફોર્મ ભરી નજીકના પોલીસ મથકમાં નોંધ નહિ કરાવી તથા બેકઅપવાળા સીસીટીવી કેમેરા નહીં લગાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવેલ હોય ત્યારે હાલ મોરબી એસઓજી પોલીસ ટીમે બંને સ્પા સંચાલકને જરૂરી નોટીસ આપી આઇપીસી કલમ ૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.