મોરબીમાં શનાળા રોડ ઉપર રહેતા ટેક્ષીના ધંધાર્થીને ટેક્ષીના ધંધામાં ભાડું ન આપવાનો ખાર રાખી ફોન ઉપર અને ટેક્ષીના ધંધાર્થીને તેના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪,૫૦૬,૫૦૭,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી હાલ એક આરોપીની અટક કરી લેવામાં આવી છે, જયારે બીજા આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના સરદાર બાગ મધર ટેરેસાની બાજુમાં આવેલ શિવાલય હાઈટ્સમાં રહેતા મનિષભાઈ દિનેશભાઇ ભોજાણી એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિષ્નુ અજાણા રહે. સજજનપર ઘુનડા ગામ તથા આરોપી મેહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી વિષ્નુ અજાણાએ પોતાના મોબાઈલ ઉપરથી મનિષભાઈને ફોન કરી ટેક્ષીના ધંધામાં ભાડુ નહી અપવા બાબતે ખાર રાખી ‘છરીના ઘોદા મારી દઈ ‘ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બંને આરોપીએ મનિષભાઈના ઘરે જઈ તેમના પત્નીને ગંદી ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝન પોલીસે વિષ્નુ અજાણાની અટક કરી છે જયારે આરોપી મેહુલની અટકાયત માટે તપાસ શરુ કરી છે.