ગાંધીનગર ખાતે યોજાયેલ મહા પંચાયતમાં સરકારે ખાત્રી આપ્યા બાદ પણ OPS નો ઠરાવ ન થતા કર્મચારીઓ ડીઝીટલ આંદોલનના માર્ગે
મોરબી,જેટલા કાર્યક્રમો આઝાદીની લડતમાં સ્વાતંત્ર સેનાનીઓએ આપ્યા હતા એનાથી વધારે બિનશૈક્ષણિક કામગીરી કરી કરીને નિષ્ઠાવાન શિક્ષકો થાકી ગયા છે.
આવી જ રીતે કર્મચારીઓના પ્રશ્નોના આંદોલનમાં સન્નિષ્ઠ કાર્યકર્તા પણ કાર્યક્રમોમાં ભાગ લઈ લઈ થાકી ગયો છે.
જેમકે માસ સી.એલ,પેન ડાઉન,
ચોક ડાઉન,શટ ડાઉન,ધરણા,
આવેદન,ધારાસભયોને આવેદન અને લેખિત રજૂઆત,સાંસદસભ્યઓને આવેદનઅને લેખિત રજૂઆત,પાર્ટી પ્રમુખને આવેદન અને લેખિત રજૂઆત,
રેલી,મહારેલી,બાઈક રેલી,
કાર રેલી,સાયકલ રેલી,દાંડી યાત્રા,
ઉપવાસ,પ્રતિક ઉપવાસ,
કાળી પટ્ટી ધારણ કરવી,કાળા કપડા પહેરવા.વતનની માટીનું તિલક.પ્રતિમાને સુતરની આંટી પહેરાવી,જાહેર સ્થળોનો સફાઈ,
પદયાત્રા, પંચાયત,મહાપંચાયત,
ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર,મુખ્મંત્રીને રૂબરૂ આવેદન,મહામતદાન
સોશ્યલ મીડિયા આંદોલન, રામધૂન,સત્યાગ્રહ છાવણીમાં ઘરણા, CMO Gujarat ને રજૂઆત,CMO ને ટેગ કરો,
PMO ને ટેગ કરો,ઓનલાઇન ટ્વીટર આંદોલન,ઓનલાઇન facebook આંદોલન,વગેરે આંદોલન કર્યા છતાં સરકાર સાંભળતી ન હોય,પાંચ મંત્રીઓએ સમાધાનમાં પણ વર્ષ 2005 પહેલાં નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું સ્વીકાર્યું હતું છતાં આજ દિન સુધી ઠરાવ બહાર ન પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સોસીયલ મીડિયા દ્વારા સેલ્ફી આંદોલન જાહેર કરેલ છે. આ બધી હજારોની સંખ્યામાં સેલ્ફીઓ એકત્ર કરી મુખ્યમંત્રીના કાર્યાલયમાં જમા કરાવવામાં આવશે.