રાજ્ય સરકાર તરફથી નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસટી વિભાગ દ્વારા હળવદ હળવદ મુકામે જુના અને ઝેરી બસ સ્ટેન્ડને ડિમોલિશન કરી નવનિર્મિત 2.70 કરોડના ખર્ચે 9 આરસીસી ફ્રેમ સ્ટ્રકચર વાળું સુવિધા યુક્ત બનાવી તેનો લોકકાર્ડ પણ કાર્યક્રમ હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હળવદના લોકોની સુવિધા માટે હળવદ અમદાવાદ નવી બસ શરૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, મોરબી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોર, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ,રમેશભાઈ ભગત, વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલ, રવિ પટેલ, દાદાભાઈ ડાંગર,હીતેશભાઈ લોરીયા સહિતના અન્ય આગેવાની પ્રેરક ઉપસ્થિત લોકાર્પણ સમારોહ યોજાયો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વી બી ડાંગર વિભાગ્ય પરિવહન અધિકારી એસટી રાજકોટ સહીતના સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી.