રાજકોટના સાંસદ અને ટંકારાના ધારાસભ્યની ટંકારા પડધરી વિધાનસભા માં મોરબી તાલુકા, ટંકારા તાલુકા તથા પડધરી તાલુકાના ૧૭૨૫ લાખના કામો તથા ટંકારા તાલુકાના નસેડા, ધુનડા, મહેન્દ્રપુર તથા નાના રામપર ગામમાં સૌની યોજના આધારિત ડેમી ૨ માંથી તળાવો ભરવા માટે ૩૧.૦૬ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોના આધારે ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારમાં મોરબી તાલુકા, ટંકારા તાલુકા તથા પડધરી તાલુકાનાં રોડ રસ્તાના ૧૭૨૫.૦૦ લાખના કામો તથા ટંકારા તાલુકાની ડેમી સિંચાઇ યોજના અંતર્ગત નેસડા(ખા), ધુનડા(ખા), મહેન્દ્રપુર તથા નાના રામપર ગામના સૌની યોજના આધારિત ડેમી-૨ માંથી તળાવો ભરવા માટે અંદાજિત રકમ રૂપિયા ૩૧.૦૬ કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. જે વિકાસના કામો મંજૂર થતાં સાંસદ મોહનભાઇ કુંડારિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ રજ્યનના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.