મોરબીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે જેનો અહેવાલ મોરબી મિરર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી ચીફ ઓફિસર ગીરીશ સેરૈયા એ નવા રોડ જ પાણી ન લીધે ધોવાઈ જતાં નવા રોડ બનાવતી અંકિતા કન્ટ્રક્શન નામની રોડની કંપનીને નોટિસ ફટકારી છે
મોરબી ચીફ ઓફીસર દ્વારા મોરબીમાં લાખોના ખર્ચે બનેલા મોરબી ના રાજમાર્ગો અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયા છે મોરબીના રવાપર રોડ,અવની ચોકડી, ઉમિયા સર્કલ,ચકીયા હનુમાન પાસે રવાપર રોડ,તખ્તસિહજી રોડ,સુપર ટોકીઝ નજીક આવેલા રોડ અત્યંત બિસમાર હાલતમાં છે એટલું જ નહીં ચકીયા હનુમાનજી ના મંદિર નજીક આવેલ રોડ ફક્ત એક મહિના પહેલાજ લાખોના ખર્ચે બનાવેલો છે એમ છતાં વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે જેના લીધે રહીશોમાં પણ નારાજગી જોવા મળી રહી છે આ અહેવાલ મોરબી મિરર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની નોંધ લઈને મોરબી ચીફ ઓફિસર દ્વારા અંકિતા કંટ્રક્શન ને નોટિસ ફટકારી અને તમામ રોડ રસ્તા સત્વરે સમાર કામ કરવા તેમજ નવા બનેલા રોડ રસ્તા ફરીથી સામાર કામ કરવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીના માર્ગો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે સીરામીક નગરી ગણાતા મોરબી માં આવા રોડ રસ્તા શરમજનક સ્થિતિમાં મૂકી જતા હતા ત્યારે હવે આ નોટિસ બાદ ખાનગી કન્ટ્રક્શન કંપની કઈ રીતે કામગીરી કરે છે એ જોવું રહ્યું.