આપણા સંવિધાન નિર્માતાઓએ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો બનાવ્યો છે. જો કે તેમાં લિંગભેદની દ્રષ્ટીએ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે, આજે કેટલીક મહિલાઓ દ્વારા પોતાને મળેલા કાયદાકીય રક્ષણનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. જેના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે. જેમાં પત્નીને પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરી ખોટા કેસો કરવા ભારે પડયા છે. અને મોરબી ફેમીલી કોર્ટે માનસીક ક્રૂરતા માની પતિની તરફેણમાં છુટાછેડા મંજુર કરવાનો સિમાચિહન ચુકાદો આપ્યો છે.
તાજેતરમાં મોરબી ફેમીલી કોર્ટ દ્વારા પત્નીએ, પતિ ઉપર આચરેલ માનસીક ક્રૂરતાના અનુસંધાને, પતિએ કોર્ટમાં છૂટાછેડાનો હુકમ ફરમાવી સિમાચિહન ચૂકાદો જાહેર કરેલ છે. કેસની મળતી માહિતી અનુસાર, પંકજભાઈ સુરેન્દ્રપસાદ રાવલ (રહે. વેરાવાળ (સોમનાથ)) તથા તેમના પરીવારના સભ્યો તથા મિત્રો વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ અંગેના પત્ની દ્વારા ખોટા અને અસહય આક્ષેપો કરી, જુદા જુદા ફોજદારી કેસો તથા ફરીયાદો કરેલ હતા. જે કેસોમાં કરેલ આક્ષેપો પત્ની સાબિત કરી ન શકતા, મોરબી ફેમીલી કોર્ટમાં, પતિ પંકજભાઈએ પત્નીની સામે છુટાછેડા મેળવવા કેસ કરેલ અને અરજદાર પતિ તરફે રજુ થયેલ પુરાવા તથા અરજદારના વકીલ ચિરાગ કારીઆની ધારદાર દલીલો ધ્યાને લઈ, મોરબી ફેમીલી કોર્ટે પત્ની દ્વારા પતિ વિરૂધ્ધ ક્રૂરતા આચરવામાં આવેલ હોવાનું માની છુટાછેડા મંજુર કરવાનો સિમાચિહન ચુકાદો પતિની તરફેણમાં જાહેર કર્યો છે. આ કેસમાં પતિ પંકજભાઈ રાવલ વતી વકીલ ચિરાગ ડી. કારીઆ અને રવી કે. કારીયા રોકાયેલ હતા.