મોરબીના લાતીપ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી પોલીસે થોડા દિવસો પૂર્વે 20 લાખથી વધુનો નશાયુક્ત સીરપનો જથ્થો ઝડપી લઈને પોલીસે એક ઈસમને દબોચી લીધો હતો. જયારે ગોડાઉન સંચાલક સ્થળ પરથી મળી ન આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે ગોડાઉન સંચાલકને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૪/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્રારા મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ, ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૧૦,૦૦૦ બોટલોનો રૂ.૨૦,૫૪,૮૦૦ તથા ૧ મોબાઇલનો રૂ. ૫,૦૦૦/-નો જથ્થો મળી કુલ રૂ.૨૦,૫૯,૮૦૦/-નો મુદામાલ શોધી કાઢી આશીફ આમદભાઇ સીપાઇ (રહે.વાવડીરોડ ભારતપાન વાળી શેરી મોરબી)ને ઝડપી પાડ્યો હતો. જયારે ગોપાલ પરબતભઇ ભરવાડ (રહે.રાજકોટ નવાગામ)ને અટક કરવાનો બાકી હોય અને આ ગુનાની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. કે.એ.વાળા કરતા હોય જેઓએ ગઈકાલે ગોપાલ પરબતભઇ સીંધવ (રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ)ને શોધી કાઢી ધરપકડ કરવામા આવી છે.