ભારતના ચુંટણી પંચ દ્વારા લોકસભા સમાન્ય ચુંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ૦૭/૦૫/૨૪ ના રોજ મતદાન યોજવામાં આવશે ત્યારે ચુંટણી દરમિયાન મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિમય વાતાવરણ બની રહે તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણી જાહેર થતાં મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામામાં મોરબી જિલ્લામાં તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ અથવા કોઈ સભા ભરી શકશે નહિ કે સરઘસ કાઢી શકશે નહિ. જેની પરમિશન માટે લોકસભા ચુંટણી અધિકારીની નિમણુક કરવામાં આવી છે. તેમજ સભા અને સરઘસનો ખર્ચ ઉમેદવારના ચુંટણી ખર્ચ હિસાબોમાં ઉમેરવામાં આવશે. તેમજ આ જાહેરનામું ગૃહ રક્ષાક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં, રોજગારમાં કે સ્મશાન યાત્રામાં લાગું પડશે નહિ. તેથી હોળી ધુળેટી પર્વ પર તહેવારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને ચેતી જવું પડશે. જો જાહેરનામાનો ભંગ કરશે તો ભારતીય ફોજદારી અધિનિયમ કલમ – ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે જે જાહેરનામું ૦૮/૦૫/૨૪ સુધી અમલમાં રહેશે.