વર્ષ ૨૦૧૯ માં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા એક શખ્સની બોગસ ચલણી નોટો સાથે અટકાયત કરવામાં આવી હતી.જે બનાવમાં આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાનો શંકાનો લાભ આપી છૂટકારો થયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીઝન ખાતે ગત તા. ૦૩/૦૪/૨૦૧૯ ના રોજ આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) ની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી એક શખ્સ પોતાના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલમાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં રૂ. ૨૦૦૦/- દરની ૪૦ નોટ તથા રૂ. ૧૦૦/- દરની ૧૦૦ નોટ મળી કુલ ૧૪૦ નોટ સાથે ઝડપાયો હતો. અને મોરબી સીટી પોલીસે આરોપીની અટક કરી તા.૦૪-૦૪-૨૦૧૯ ના રોજ નામદાર સેસન્સ કોર્ટમાં રજુ કરી અને ત્યારથી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ તા. ૨૦-૦૭-૨૦૧૯ ના રોજ સેસન્સ કેસ દાખલ થયેલ જે નામદાર સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સદર કેશ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજ પી. સી. જોષીની કોર્ટમા ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટશ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા.