Saturday, November 23, 2024
HomeGujaratમોરબી શહેરમાં ગાય, કુતરા તથા ખૂંટીયાનાં ભંયકર ત્રાસથી લોકો પરેશાન, તાકીદે ઉકેલ...

મોરબી શહેરમાં ગાય, કુતરા તથા ખૂંટીયાનાં ભંયકર ત્રાસથી લોકો પરેશાન, તાકીદે ઉકેલ લાવવા પાલિકાતંત્રને રજૂઆત

મોરબી શહેરમાં ગાય, કુતરા તથા ખૂંટીયાનાં ભંયકર ત્રાસની સમસ્યાનો ઉકેલ લાવવા અંગે સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીગ્નેશભાઈ પંડયા, જગદીશ ભાંભોરણીયા, મુશા બ્લોચએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે, મોરબીમાં જાહેર જગ્યાએ જેવા કે ખોખાણી શેરી, ગૌરાંગ શેરી, પારેખ શેરી, નાની પારેખ શેરી, નાની બજાર, ગ્રીન ચોક, નગર દરવાજો, રવાપર રોડ, વાવડી રોડ, સામાકાંઠા વિસ્તાર, સેવાસદન સહિતના સ્થળોએ ગાય, કુતરા અને ખુટીયાનો ત્રાસ છે. આ અંગે અગાઉ તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ રજુઆત કરેલ હોવા છતાં આ અંગે યોગ્ય પગલા લીધેલ નથી. તો શું આ અરજી ખાલી કાગળ ઉપર જ રેહશે? મોરબીમાં ઠેર-ઠેર રખડતા ઢોરના કારણે અનેક જગ્યાએ ટ્રાફીક જામ થાય ત્યારે ૧૦૮ ઇમજરન્સી એબ્યુલન્સને નીકળવામાં તકલીફ પડે છે. તેમજ રડખતા ઢોરથી અનેક લોકોએ જીવ ગુમાવાના વારા આવ્યા છે અને ઘણા લોકોને ફેકચર પણ થયેલા છે. ત્યારે હવે આ અરજી ધ્યાને લઇને જો ૧ માસમાં નહીં નિકાલ આવે તો ૧ માસ પછી ખુટીયા અને કુતરા નગરપાલીકાની કચેરીમાં પુરવામાં આવશે, તેવી ચીમકી આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!