કાજલ હિન્દુસ્તાની એ સુરતના એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ દરમિયાન મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરવા મામલે મોરબી, માળીયા મીયાણા બાદ આજે હળવદ પોલીસ મથકમાં વધુ એક અરજી કરી કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવા માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે રહેતા આનંદકુમાર જયંતીભાઈ દલસાણીયાએ હળવદ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી જણાવ્યું છે કે સુરતના કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે જે ભાષાનો ઉપયોગ કર્યો તે અશોભનીય છે. કાજલ હિન્દુસ્તાની પટેલ સમાજની દીકરીઓને બદનામ કરી ઉશ્કેરણીજનક ભાષણ કરે છે. પોતાની વાહ વાહી, પોતાની ટીઆરપી તેમજ પબ્લિસિટી મેળવવા આવી મનઘડ વાતો કરતી હોવાથી સમગ્ર ગુજરાતના પટેલ સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. જેથી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR દાખલ કરવા માટે હળવદ પંથકમાં રજૂઆત કરાઈ હતી.