મોરબીમાં ગત તા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ મોરબીના ઘુંટું ગામે શંકાસ્પદ પ્રવાહી ફેંકવા આવેલ ટેન્કરને ગ્રામજનોએ ઝડપી પાડ્યું જે કેમિકલ માફિયાઓને બચાવવા માટે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ મેદાનમાં આવ્યા હતા. ત્યારે હવે સ્થળ પરથી પકડાયેલ પ્રવાહી કેમિકલ વેસ્ટ જ હોવાનું સાબિત થયું છે. જેને પગલે મોરબીના ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્મા કંપનીને કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
મોરબીમાં ઘુંટુંના ગ્રામજનોએ કેમિકલ વેસ્ટનુ ટેન્કર ઝડપાયા મામલે આખરે એક મહિના બાદ ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે. GPCB એ સ્થળ પરથી પકડાયેલ પ્રવાહીનાં સેમ્પલ લઈ રીપોર્ટ માટે ગાંધીનગર મોકલ્યા હતા.જે રીપોર્ટમાં આ એસિડિક કેમિકલ વેસ્ટ હોવાનુ સામે આવ્યું છે. જેને લઈ GPCB દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્મા કંપનીને કલોઝર નોટિસ ફટકારી છે. અને વીજ કંપનીને પણ આ ફાર્મા કંપનીનુ વીજ કનેક્શન કટ કરવા જાણ કરાઈ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કેમિકલ વેસ્ટ ટેન્કર મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ વિવાદમાં આવ્યા હતા. જેમાં કાંતિ અમૃતિયાના ઓડિયો અને વિડિયો વાયરલ થયા હતા. ત્યારે હવે સમગ્ર મામલે GPCB એ જવાબદાર કંપની પર કાર્યવાહી કરી છે.