Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી:માર્ગ અકસ્માતના કુલ ત્રણ બનાવમાં બે વ્યક્તિના મોત: એકનો પગ કપાયો

મોરબી:માર્ગ અકસ્માતના કુલ ત્રણ બનાવમાં બે વ્યક્તિના મોત: એકનો પગ કપાયો

મોરબી તાલુકાના મકનસર તથા રફાળેશ્વર નજીક બે બનાવ તથા ટંકારા તાલુકાના જબલપુરના પાટીયા નજીક એક એમ કુલ ત્રણ રોડ અકસ્માતના બનાવમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જયારે ત્રીજા બનાવમાં ટ્રક્નું તોતિંગ વ્હીલ યુવકના પગ ઉપર ફરી વળતા ગંભીરરીતે ઘાયલ યુવકનો સારવારમાં ડોક્ટર દ્વારા ઢીચણ સુધીનો પગ કાપવાની ફરજ પડી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અકસ્માતમાં મોતની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ જાંબુડીયા ગામની સીમમાં આવેલ નીલકંઠ સેનેટરીવેર્સ કારખાનાની લેબર કોલીનીમાં રહેતા શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ ગત તા.૧૩/૦૩ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં પોતાનું મો.સાયકલ રજી.જીજે-૩૬-એડી-૬૯૯૦ લઈને જાંબુડીયા આવતા હોય ત્યારે મકનસર ગામની સીમમાં આવેલ તુલસી પેટ્રોલ પંપ સામે એક ભારે ટ્રકના ચાલકે શૈલેન્દેરકુમારના મોટરસાયકલને હડફેટે લઇ તેઓને રોડ ઉપર પાડી દેતા ટ્રક્નું તોતિંગ વ્હીલ તેના પ સાથળ તથા કમરના ભાગ ઉપર ફરી વળતા તેઓના શરીરનો એટલો ભાગ છૂંદાઇ ગયો હતો અને તેઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક અકસ્માત સ્થળે ઉભો નહિ રાખી ટ્રક લઈને ભાગી ગયો હતો ત્યારે બનાવ અંગે મૃતકની પત્ની અનુદેવી શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ ઉવ. ૩૦ની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં ટંકારા લતીપર રોડ જબલપુર પાટીયા થી હીરાપર બાજુ ઇન્દ્રપ્રસ્થ-૨ સોસાયટીની સામે રોડ ઉપર તા.૧૬/૦૩ ના રોજ રાત્રીના સરકારી ગાડી ટાટા સુમો રજી.નં. જીજે-૦૩-જી-૧૮૨૮ના ચાલકે ટાટા સુમી ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવતા સ્ટેઇરીંગ ઉપર કાબુ ગુમાવતા ટાટા સુમો ગાડી રોડ વચ્ચે આવેલ ડિવાઇડ ઉપર વચ્ચે લોખંડના પાઇપ તોડી પ્લ્ટીઓ ખાઈ સામેની સાઈડમાં રોડ ઉપર પસાર થઇ રહેલા સાલેમામદ ઓસમાણભાઇ કેર ઉવ.૫૦ મો.સાયકલ રજી.નં.જીજે-૧૨-એચબી-૦૧૪૫ વાળુ સાથે અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં પ્રૌઢને માથાના ભાગે ગંભીર મુઢ ઇજા થતા તેમનું મોત નીપજયુ હતું. ત્યારે મરણ જનારના પુત્ર દ્વારા સરકારી ટાટા સુમોના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બનાવ અંગે ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જયારે રોડ અકસ્માતના ત્રીજા બનાવમાં મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ભડવાણા ગામના વતની હાલ મકનસર ગામમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા રૂષિકભાઇ હરેશભાઇ બાવળીયા ઉવ.૧૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૯૬૦૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ટ્રક કન્ટેનરના ચાલકે પોતાના હવાલવાળું વાહન નેશનલ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે સાઇડમા જોયા વગર અચાનક કાવુ મારી રૂષિકભાઈના મો.સા. નં. જીજે-૧૩-એજી-૬૪૯૭ વાળાને હડફેટે લઇ રોડમા પાડી દઇ કન્ટેનરનો ટાયરનો જોટો બાઈક પાછળ બેઠેલ પાર્થ દિલીપભાઇના પગ ઉપર ફરી જતા જમણો પગ ચગદાઇ ગયો હતો. ત્યારે થયેલ ગંભીર ઇજામાં સારવાર દરમ્યાન પાર્થભાઈનો ઢીંચણ પાસેથી પગ કાપવો પડેલ હોય જયારે રૂષિકભાઈને શરીરે છોલછાલ જેવી સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે ટ્રક કન્ટેનર ચાલક બનાવ સ્થળેથી પોતાના હવાલાવાળુ ટ્રક કન્ટેનર લઇ નાશી ગયાની ફરિયાદ નોંધાવાય હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!