પોલીસે જુગારની મીનીક્લબમાંથી રોકડા ૧.૩૭ લાખ, વાહન અને મોબાઇલ સહીત ૨.૨૭ લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેરના જડેશ્વર-૨ માં આવેલ ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા જુગારની મીનીક્લબમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમોને રોકડા તથા વાહનો અને મોબાઈલ સહીત ૨,૨૭,૫૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટ પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે વાંકાનેર જડેશ્ર્વર ચેમ્બર-૨ મા ન્યુ અક્ષર ટ્રાન્સ્પોર્ટ નામની ઓફીસમા સુભાષભાઈ ગોવિંદભાઈ લોખીલ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો એકજુડ઼ો ચલાવતો હોવાની ચોક્કસ બાતમી મળતા બાયમી મુજબની જગ્યાએ રેઇડ કરતા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારની બાજી માંડી બેઠેલ સુભાષભાઈ ગોવિંદભાઈ લોખીલ ઉવ.૫૫ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી મહાવીરપાર્ક, કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા ઉવ.૩૦ રહે.વાંકાનેર નવાપરા શ્રીરામ-કૃષ્ણનગર, મીહીરભાઈ જીતેન્દ્રભાઈ દોશી ઉવ.૪૪ રહે.વાંકાનેર ચાવડીચોક શેઠશેરી, કુલદીપભાઈ ઈશ્ર્વરભાઈ બદ્રકીયા ઉવ.૩૦ રહે.વાંકાનેર હરીપાર્ક ઝાંઝર સિનેમા પાછળ, જુગલભાઈ ડાયાભાઈ ધરોડીયા ઉવ.૪૪ રહે.વાંકાનેર હરીપાર્ક ઝાંઝર સિનેમા પાછળ, હીરેનભાઈ જીવરાજભાઈ ધરોડીયા ઉવ.૩૫ રહે.વાંકાનેર વીશીપરા રેલ્વે કોલોની રોડને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૩૭,૫૦૦/-, મોબાઇલ તેમજ વાહન કિ.રૂ.૯૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૨,૨૭,૫૦૦/- ના મુદામાલ સાથે અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.