નવનિયુક્ત હોમગાર્ડ કમાન્ડન્ટ કલાસ વન ઓફીસર તરીકે દીપ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાનાં બી ઈ.સિવિલ એન્જીનીયરીંગ, મારવાડી કોલેજnરાજકોટ થી પુરી કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ મોરબી જિલ્લાનાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણુક પામ્યા બાદ પ્રથમ પરેડ યોજવામાં આવતા સવૅ હોમગાર્ડ સદસ્થે દ્રારા સ્વાગત અભિવાદન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ દીપ ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જીલ્લાનાં હોમગાર્ડ કમાન્ડન્ટ કલાસ વન ઓફીસર તરીકે પસંદગી કરાઈ છે. તેમજ રાયફલ શૂટિંગમાં સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે પ્રથમ નંબરે આવી રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક સહિત એવોર્ડ વિજેતા દીપ પટેલની તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશેષ સન્માન કર્યું હતું. નવનિયુક્ત હોમગાર્ડ કમાંન્ડન્ટ તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક બાદ મોરબી હોમગાર્ડ પ્લાંટૂનને રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ આગવી ઓળખ સાથે અન્ય માટે પણ પ્રેરણારૂપ બની રહે તે માટે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મહાનુભાવોના વડપણમાં મોરબી હોમગાર્ડ પ્લાંટૂન અગ્રેસર બને તેવા ઉત્કૃષ્ઠ પ્રેરક પ્રયાસ વચ્ચે આવનારા દિવસોમાં મોરબી જિલ્લાનાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં હોમગાર્ડ્સ દળમાં નવી ભરતી નિમણુક પણ કરવામાં આવશે. તેમજ મોરબી જીલ્લામાં હોમગાર્ડની નવી અદ્યતન ઓફિસ બને તે અંગે પણ જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટર કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિત મહાનુભાવો સાથે જરૂરી પરામર્શ કરી ઉચ્ચકક્ષાએ વહેલાસર મોરબીને અદ્યતન હોમગાર્ડ ઓફિસ મળી રહે તેવો પ્રયાસ કરાશે. તેમજ ભૂતકાળમાં રાજ્યસ્તરે મોરબી જિલ્લા હોમગાર્ડ આગવી ઓળખ માટે જાણીતું હતું. તેમજ મહિલા હોમ ગાર્ડ વિંગ સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબર માટે જાણીતું હતું. તે જ રીતે પૂનઃ ધમધમતું થાય અને નારી શક્તિ કરણ ક્ષેત્રે મોરબી હોમ ગાર્ડ ટીમમાં મહિલા વિંગમાં નવા સભ્યોની નિયમો મુજબ નિમણુક કરી હોમગાર્ડ ફરી જીવંત કરી રાષ્ટ્રની સેવામાં કાર્યકર કરવા પ્રયાસ રહેશે તેમ નવનિયુક્ત હોમગાર્ડ કમાન્ડેન્ટ દીપ પટેલે જણાવ્યું હતુ.