રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરતા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસની ટીમ પ્રયત્નશીલ હોય ત્યારે તેઓએ મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, ધ્યેય કોમ્પલેક્ષ, રાધે ક્રિષ્ના મોલ સામેથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને મળે બાતમીના આધારે, મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, ધ્યેય કોમ્પલેક્ષ, રાધે ક્રિષ્ના મોલ સામે રેઇડ કરી વિવેકભાઈ કિશોરભાઈ ધોળકીયા (રહે. સો-ઓરડી, વરીયાનગર શેરી નં.૦૪, મોરબી) નામના શખ્સને રૂ.૨,૦૦૦/-ની કિંમતના એક દેશી હાથ બનાવટનો કટ્ટો સાથે ઝડપી પાડી ઈસમ વિરુધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગન્હો નોંધ્યો હતો. જેની આગળની તપાસ પી.એસ.આઇ. બી.એમ.બગડા ચલાવી રહ્યા છે.