Tuesday, November 26, 2024
HomeGujaratકાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવા મોરબી તાલુકા પોલીસને આવેદન અપાયું

કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવા મોરબી તાલુકા પોલીસને આવેદન અપાયું

મોરબીના ક્રાંતિજયોત – એ/૪ મહેન્દ્ર નગર ખાતે રહેતા પાટીદાર આગેવાન અને સામાજિક કાર્યકર રાકેશ અરવિંદભાઈ છત્રોલા એ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને અરજી લખી કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજિક કાર્યકર અને પાટીદાર આગેવાન રાકેશ છત્રોલા એ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને અરજી લખી કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. જે અરજીમાં ઉલ્લેખ કરાયો છે. કે ગઈ તા.૦૮/૦૬/૨૦૨૩ ના રોજ સુરત જીલ્લામાં ગાધકડા મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરેલ હતું. જે આયોજનમાં કાજલ હિન્દુસ્તાની નામના મહિલા વકતા તરીકે આમંત્રીત કરેલ હોય અને આ કાજલ હિન્દુસ્તાનીનો ભાષણનો વિડીયો PARTH STUDIO & GRAPHICH નામના YOUTUBE ચેનલના વાયરલ થયો છે. જે વીડીયો મારા મોબાઈલમાં આવતા મેં સાંભળતા કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં મોરબી જીલ્લામાં કોલેજની પટેલ સમાજની સાત દિકરીઓ, સાતેય પટેલની દિકરીઓ જેઓએ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલ છે અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે. ચાર દિવસ આના સાથે હું મજા કરી અને ચાર દિવસ આના સાથે તુ મજા કરજે અને અંદરો અંદર બોયફ્રેન્ડ સ્વેપીંગ ચાલે છે અને સાતેય મળીને મુસ્લીમ છોકરાને ચાલીસ લાખની ફોર વ્હીલર લઈને ગીફટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ બનાવવામાં પોતાની મસ્તીમાં વ્યસ્ત છે અને ઘરની તીજોરીમાંથી લાખો રૂપિયા પૈડા છે. તેમાંથી પાંચ-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? આ રીતે ૫૫ મીનીટ અને ૩૩ સેકન્ડનો વીડીયો છે. જેમાં આ કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં રહેતા પટેલ સમાજની સાત દિકરીઓ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલના ભાષણનો વીડીયો યુ-ટયુબ ચેનલના માધ્યમથી વાયરલ થઈ છે. જેથી મો૨બી રહેતા પટેલ સમાજના લોકોની લાગણીઓ દુભાઇ છે. આ કાજલ હિન્દુસ્તાની પટેલ સમાજની દિકરીઓને બદનામ કરતાં ઉશ્કેરણીજનક ભાષણ કરેલ છે. જે બાબતે અમોએ ખરાઈ કરેલ કે આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી. તેમજ આવી કોઈ ઘટના કોઈ માધ્યમ દ્વારા સામે પણ આવી નથી. તેમ છતાં આ કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી મેળવવા પોતાની ટી.આર.પી. તેમજ પબ્લીસીટી મેળવવા આવી મનઘડત વાતો દ્વારા ઉશ્કેરીજનક ભાષણ કરે છે. તેથી સુરતમાં ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર્તા અને પાટીદાર આગેવાન રાકેશ છત્રોલાએ માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!