મોરબીના લાલપર ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૩૨૧૦ પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જે મામલમાં રાજકોટ રેન્જ આઇજી એ સીટની રચના કરી છે. જેમાં મોરબી એસપીની અધ્યક્ષતામાં એક પીઆઈ, બે પીએસઆઈ સહિત આઠ પોલીસ કર્મીની સીટમાં નિમણુક કરાઈ છે જે મામલમાં આગળ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાઇ તેવી શક્યતા નજરે પડી રહી છે.
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગત ૨૦ માર્ચ ૨૦૨૪ ના રોજ મોરબીના લાલપર ગામ નજીકથી દારૂ ભરેલ ગોડાઉન માંથી ૩૨૧૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ બે કરોડનો મુદ્દામાલ સાથે ૧૦ વ્યક્તિઓને પકડી પા હતા. જે મામલમાં રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવે સીટની રચના કરી છે. જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં એક પીઆઈ, બે પીએસઆઈ અને આઠ પોલીસકર્મીઓની સીટમાં નિમણુક કરવામાં આવી છે. ત્યારે દારૂનો જથ્થો મંગાવનાર જીમીત પેટલ નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આગામી સમયમાં જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ કડક પગલાં લેવાઇ તેવી શક્યતાઓ નજરે પડી રહી છે.